ફિલ્મી દુનિયામાં બ્રેક અપ પેચ અપનો સિલસિલો બહુ સામાન્ય ગણાય છે. શાહિદ કપૂર અને કરિના કપૂરે ઇમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ ‘જબ વી મેટ’માં અદભુત અભિનય આપ્યા પછી બંનેનું બ્રેકઅપ થયું હતું. હવે બોલિવૂડમાં વાતો ચગી છે કે ‘જબ વી મેટ’ની સિક્વલ બનવાની છે.
ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી આ જોડીને ફરી પોતાની આ ફિલ્મમાં એકસાથે સાઈન કરવા માગે છે. ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘જબ વી મેટ’ ફિલ્મે જોરદાર બિઝનેસ કર્યો હતો અને એ સમયે આ જોડી લગ્ન કરશે એમ લાગતું હતું, પણ એ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર બાદ કરિના કપૂરે સૈફ અલી ખાન સાથે મેરેજ કરી લીધાં અને તેને એક વર્ષનો દીકરો તૈમુર છે. બીજી તરફ શાહિદ કપૂરે પણ મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં અને તેમને મીશા નામની દીકરી છે. હવે બંને સાથે કામ કરવા રાજી થાય છે કે નહીં એ સવાલ બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે.

