આઈટીએ શાહરુખ ખાનના અલીબાગના બંગલાને ટાંચમાં લીધો છે. અહેવાલ અનુસાર શાહરુખે અહીંં ખેતી માટે જમીન ખરીદી હતી, પણ તેણે ત્યાં એક મોટું ફાર્મહાઉસ બનાવ્યું છે. ખાનનું ફાર્મહાઉસ ૧૯,૯૬૦ ચો. મીટરમાં ફેલાયેલું છે. કાયદેસર રીતે નોટિસ આપ્યાની તારીખથી ૯૦ દિવસમાં જવાબ નહીં મળે તો આ સંપત્તિ જપ્ત થઈ શકે છે. સંપત્તિની કિંમત રૂ. ૧૪.૬૭ કરોડ છે. આઈટીએ જણાવ્યું છે કે આ હાઉસની બજાર કિંમત પાંચ ગણી હોઈ શકે. ફાર્મહાઉસ સમુદ્ર કિનારે છે. તેમાં સ્વિમિંગ પૂલ અને ખાનગી હેલીપેડ છે. આઈટી વિભાગે કહ્યું કે, શાહરુખની કંપનીઝમાં ૨૪ જાન્યુ.એ ઈમેઈલ્સ રિમાઈન્ડર મોકલ્યાં છતાં કોઈ જવાબ અપાયો નહોતો. તેથી શાહરુખ સામે કાર્યવાહી થઈ શકે.

