ગુજરાતી ગર્લ બની સોનાક્ષી સિંહા

Wednesday 07th February 2018 05:56 EST
 
 

સોનાક્ષી સિંહા તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’માં ગુજરાતી ફેશન ડિઝાઇનર જીનલ પટેલના પાત્રમાં દેખાશે. હાલમાં સોનાક્ષીનું આ અલાયદું મોર્ડન કપડાં અને માથે મોટા ચાંદલાવાળું લૂક ખૂબ ચર્ચામાં છે. સોનાક્ષીએ આ વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે એની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરથી ખૂબ જ ખુશ છે.
ફિલ્મમાં એનું પાત્ર પણ ફેશન ડિઝાઇનર ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની મહત્ત્વાકાંક્ષી તેમજ ફેશનને લઇને અલગ વિચારધારા ધરાવતી યુવતીનું છે. ફિલ્મમાં એને અનુરૂપ એની સ્ટાઇલ નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ કોમેડી ડ્રામા છે. સોનાક્ષી ઉપરાંત ફિલ્મમાં લારા દત્તા, કરણ જોહર, બોમન ઈરાની પણ છે.


comments powered by Disqus