બોલિવૂડમાંથી હોલિવૂડમાં પદાર્પણ કરનારી પ્રિયંકા ચોપરા પહેલી હોલિવૂડ ફિલ્મ ‘બે વોચ’ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ફ્લોપ રહી હતી સાથે સાથે પ્રિયંકાના અભિનયની પણ પ્રશંસા થઈ નહોતી. હવે આ ફિલ્મને લઈને વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે.
આ ફિલ્મ ૩૮મા વાર્ષિક ગોલ્ડન રેસ્પબેરી એવોર્ડ્સની વિભિન્ન શ્રેણીમાં નોમિનેટ થઈ છે. આ પુરસ્કાર હોલિવૂડની સૌથી નિષ્ફળ ફિલ્મોને અપાય છે. આ યાદીમાં
હોલિવૂડની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓની ફિલ્મોનો પણ સમાવેશ છે.
‘બેવોચ’ ‘વર્સ્ટ પિક્ચર’, ‘વર્સ્ટ રિમેક’, ‘રિપ ઓફ ઓર સિક્વલ’ અને ‘વર્સ્ટ સ્ક્રિનપ્લે’ની કેટેગરીમાં છે. આ એવોર્ડની ઘોષણા ત્રીજી માર્ચે કરાશે.
હાલ તો પ્રિયંકા ‘ક્વોંટિકો’ના ત્રીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિરીઝમાં તે એકદમ બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે હોલિવૂડની અન્ય બે ફિલ્મોમાં પણ જોવા મળવાની છે.

