યુકેમાં અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓની વિક્રમજનક અરજી

Wednesday 07th February 2018 06:21 EST
 
 

લંડનઃ ઉચ્ચ શિક્ષણ પર ઈયુ રેફરન્ડમ અને બ્રેક્ઝિટની સંભવિત અસર વિશે ચેતવણી અપાઈ હોવા છતાં ૨૦૧૮ના પ્રથમ આંકડા મુજબ આ ઓટમમાં ઉચ્ચ શિક્ષણના કોર્સ માટે ૧૦૦,૦૦૦થી વધુ ઈયુ અને વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

વિદેશી વિદ્યાર્થીઓ તરફથી લગભગ ૬,૦૦૦ વધુ અરજી મળી છે. ભારતના વિદ્યાર્થીઓની અરજીની સંખ્યા ૩૬ ટકાના વધારા સાથે ૧,૧૮૦ જ્યારે ચીનની ૨૦ ટકાના વધારા સાથે ૨,૦૦૦થી વધુ હતી. બ્રિટન માટે અને ખાસ કરીને બ્રિટિશ અર્થતંત્ર માટે વિદેશી વિદ્યાર્થીઓ લાભદાયક છે.

યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસીસ (UCAS) ના આંકડા દર્શાવે છે કે અરજીઓની ટકાવારી ૦.૩ પર્સન્ટેજ પોઈન્ટ્સ વધીને ૩૭.૧ ટકા થઈ છે. જોકે, ગયા વર્ષના એકંદર આંકડા કરતા આ સંખ્યા ખૂબ ઓછી છે. ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરનારાની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૫૫૯,૦૦૦ હતી તેમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો છે. બ્રિટનમાં ૧૮ વર્ષના યુવક-યુવતીઓમાં તેમજ તેથી વધુ વયના વિદ્યાર્થીઓ દ્વારા અરજીમાં ઘટાડો દર્શાવે છે.


    comments powered by Disqus