લંડનઃ બ્રિટિશ સરકારે યુરોપિયન દેશો સિવાયના દેશોમાંથી બ્રિટનમાં છ મહિનાથી વધુ સમય માટે રહેવા આવતા વિદેશીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝાનો 'હેલ્થ સરચાર્જ' બમણો કરવાનો નિર્ણય લીધો છે. આ સરચાર્જ ૨૦૧૫માં લાગુ થયો હતો. હવે તે ૨૦૦ પાઉન્ડથી વધીને ૪૦૦ પાઉન્ડ થશે.
વિદ્યાર્થીઓ માટે હાલ આ રકમ ૧૫૦ પાઉન્ડ છે તે વધીને ૩૦૦ પાઉન્ડ થશે. સરકારે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) માટે વધારાનું ફંડ એકત્ર કરવા આ નિર્ણય લીધો હતો. સરકારે જણાવ્યું હતું કે 'હેલ્થ સરચાર્જ' ભરનારને બ્રિટનમાં NHS ની સેવાઓ મળશે. જોકે, અરજન્ટ કે ઇમર્જન્સી સેવા મળશે નહિ. NHS દર વર્ષે નાગરિક દીઠ ૪૫૦ પાઉન્ડ ખર્ચે છે. વિઝા પર હેલ્થ સર્વિસ ચાર્જ વધવાથી બ્રિટનની સરકારને દર વર્ષે લગભગ ૨.૨ કરોડ પાઉન્ડની વધુ આવક થશે.

