અમેરિકા પર વિન્ટર સ્ટોર્મ ત્રાટકતાં છનાં મૃત્યુ

Wednesday 07th March 2018 06:09 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં ત્રીજી માર્ચથી વિન્ટર સ્ટોર્મ ત્રાટકતાં ન્યૂ જર્સીથી મેસેચ્યુએટ્સ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પૂરની ચેતવણી અપાઈ હતી. વિન્ટર સ્ટોર્મ પૂર્વ કાંઠા વિસ્તારમાં બે બાળક સહિત છ વ્યક્તિનો ભોગ લઈ ચૂક્યું છે. વિન્ટર સ્ટોર્મને પગલે ન્યૂ યોર્ક સ્ટેટના કેટલાક વિસ્તારમાં એક ફૂટ જેટલો બરફ વરસ્યો હતો. ત્રીજી માર્ચે ૩,૦૦૦ જેટલી ફ્લાઇટ રદ થઈ હતી તો ૨,૪૦૦થી વધુ ફ્લાઇટની ઉડાનમાં વિલંબ સર્જાયો હતો. આ વાવાઝોડાને કારણે વોશિંગ્ટન આસપાસના વિસ્તારની સરકારી ખાનગી ઓફિસો અને શાળાઓને બંધ રખાઈ હતી. મેસેચ્યુએટ્સ અને રોડ દ્વીપમાં ૧૩૪ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. બોસ્ટનમાં સમુદ્ર કિનારે પાણી ભરાઈ ગયાં હતાં. વિન્ટર સ્ટોર્મને કારણે ૧૭ લાખ ઘર અને કાર્યાલયોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો. 


comments powered by Disqus