આઇરિશ મહિલાએ હિમાચલ પ્રદેશમાં બનાવેલી આર્ટિસ્ટિક કોલોની જગવિખ્યાત

Wednesday 07th March 2018 05:45 EST
 
 

હિમાચલ પ્રદેશમાં આવેલું અંદ્રેતા હિમાલિયન રેન્જ વચ્ચે આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. અંદ્રેતામાં ખાસ તો લોકો અહીંની એક કોલોનીનું બાંધકામ જોવા માટે પણ આવે છે. આ જગ્યાનું બાંધકામ તેની રચનાત્મકતાને વધારે વખણાય છે. કાંગડા જિલ્લામાં પાલમપુરથી પહાડી રસ્તેથી માત્ર ૨૦ મિનિટના અંતરે અંદ્રેતા આવેલું છે. કળા અને સંસ્કૃતિ માટે આ સ્થાનનું વિશેષ મહત્ત્વ છે. આ ‘આર્ટિસ્ટ કોલોની’ની સ્થાપના આઇરિશ મહિલા નોરા રિચર્ડ્સે કરી હતી. તેઓ એક લેખિકા અને નાટ્યકાર હતાં અને ૨૦મી સદીના મધ્યમાં અંદ્રેતામાં વસી ગયાં હતાં. તેઓ પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નાટ્યશિક્ષા આપતાં હતાં.
‘અંદ્રેતા પોટરી એન્ડ ક્રાફ્ટ સોસાયટી’ અંદ્રેતાના દર્શનીય સ્થળોમાંથી એક છે હોવા સાથે તેમાં એક પ્રોડક્શન સ્ટુડિયો પણ છે, જે ખૂબ સુંદર પોટરીનું નિર્માણ કરી રહી છે. કહેવાય છે કે નોરાએ જાતે ફરી ફરીને અહીં તમામ વસ્તુઓ ભેગી કરી છે. અહીંના ટેરાકોટા મ્યુઝિયમમાં પણ ઘણી વસ્તુઓ જોવાલાયક છે. નોરાએ સ્થાનિક વસ્તુઓ સાથે સાથે દુનિયાભરમાંથી લાવેલી કળાત્મક વસ્તુઓ પણ અહીં દેખાય છે.


comments powered by Disqus