વડોદરાઃ કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ તેની કેબિનેટમાં ગુજરાતી રોબોટિક એન્જિનિયર ડો. કેવિત દેસાઈનો સમાવેશ કર્યો છે અને તેઓને એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. કાલે ડો. કેવિત દેસાઈએ કેન્યાની સંસદમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ડો. કેવિત દેસાઈનું મૂળ વતન નડિયાદ છે. જોકે, તેમનો જન્મ કેન્યામાં જ થયો હતો અને તેઓએ કોમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી અને રોબોટિસ સાયન્સમાં પીએચ.ડી. જાપાનમાં કર્યું છે. તેઓ કેન્યામાં એક આઈટી ફર્મ ચલાવી રહ્યા છે અને કેન્યન ગવર્મેન્ટમાં પણ સક્રિય છે. તેઓ હાયર એજ્યુકેશન કમિશનના કમિશનર, પ્રાઈવેટ સેક્ટર એલાયન્સના ગવર્નર, મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની ટાસ્ફ ફોર્સના સભ્ય પણ રહી ચૂક્યા છે.
કેન્યાની એજ્યુકેશન સિસ્ટમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ટ, યુનિવર્સિટી એક્ટ અને ટેકનિકલ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ એક્ટ ઓફ પાર્લામેન્ટના ઘડતરમાં પણ ડો. દેસાઈની પાયાની ભૂમિકા રહી છે.

