દર્દીને ટ્રાન્સપ્લાન્ટમાં ચેઈન સ્મોકરની કિડની અપાતાં તકલીફ

Wednesday 07th March 2018 05:07 EST
 
 

લીડ્સમાં રહેતી ૫૫ વર્ષીય જેનીસ રીચાર્ડસનને ટ્રાન્સપ્લાન્ટમાં દરરોજ ૨૫ સીગારેટ પીતા હાઈ બ્લડ પ્રેશરના દર્દીની કિડની અપાતા તેણે ડોનરની સંપૂર્ણ તબીબી માહિતી મળે તે માટે ગાઈડલાઈન્સમાં ફેરફાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઓક્ટોબર ૨૦૧૩માં જેનીસે મૃત દર્દીની કિડની સ્વીકારી ત્યારે તેના બે મિત્ર તેને કિડની આપવા તૈયાર હતા. તેના શરીરમાં મૂકવામાં આવેલી કિડની ક્યારેય ૧૫ ટકાથી વધુ કાર્યરત રહી શકી ન હતી અને તેને ડાયાલીસીસ પર રહેવું પડ્યું હતું. ટ્રાન્સપ્લાન્ટના આઠ મહિનામાં જ તે કિડની કાઢી નાંખવી પડી હતી.

રિચાર્ડસને જણાવ્યું હતું કે તે ડોનરની વિગતો જાણતી હોત તો તેણે કિડની લેવાનો ઈન્કાર કરીને બે મિત્રમાંથી એકની કિડની લીધી હોત. રિચાર્ડસનની સારવાર કરતા ડોક્ટરોએ આ કિડની સ્વીકારી તે અગાઉ બે ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોએ તે લેવાની ના પાડી હતી.આ કિડની ફેઈલ જતાં હવે રિચાર્ડસન બીજું ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે તેમ નથી અને તેને ડાયાલીસીસ પર જ રહેવું પડશે.


comments powered by Disqus