ભારતીય એમ્બેસીના નામે ક્રેડિટકાર્ડની માહિતી માગવાનું કૌભાંડ

Wednesday 07th March 2018 06:08 EST
 

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય એમ્બેસીની ટેલિફોન લાઈનનો ઉપયોગ કરીને લોકો પાસેથી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય એમ્બેસીએ અમેરિકાની  એજન્સીઓને ફરિયાદ કરવાની સાથે જ તેના સ્તરે પણ તપાસ શરૂ કરી છે. આ અંગે ભારતીય એમ્બેસીએ એક એડવાઈઝરી પણ જાહેર કરીને કહ્યું છે કે કેટલાક ઠગ એમ્બેસીની ટેલિફોન લાઈન હેક કરીને તેના નામે બનાવટી કોલ કરે  છે તો સાવધાન રહેવું અને તમારી અંગત માહિતી આપવી નહીં. કૌભાંડીઓએ કોલથી એમ્બેસીના અધિકારીઓના નામે અત્યાર સુધી અનેક લોકો પાસે પાસપોર્ટ અને વિઝા અપાવવા માટે રૂપિયા માગ્યા છે.


comments powered by Disqus