ભારત તેમજ વિદેશમાં ખૂબજ જાણીતા નિધિ ધોળકિયા પોટાના ખ્વાહીશ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ દ્વારા તૈયાર થયેલા ગ્રાન્ડ મ્યુઝિકલ શો - ડાન્સ ડ્રામા ‘હર હર મહાદેવ – શીવ આરાધના’, ‘કૃષ્ણ લીલા’ અને 'શ્રીનાથજીની ઝાંખી'ના કાર્યક્રમોનું શાનદાર આયોજન આગામી મે અને જૂન મહિના દરમિયાન લેસ્ટરની ચેરિટી સંસ્થા ‘શાંતિધામ’ દ્વારા કરવામાં આવ્યું છે.
યુ.કે.ની ધર્મપ્રિય જનતાએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક માણેલ અને વખાણેલ ભગવાન શ્રીકૃષ્ણની જીવન ઉપરના યુનિક ડાન્સ ડ્રામા ‘કૃષ્ણ લીલા’, 'શ્રીનાથજીની ઝાંખી તેમજ 'હર હર મહાદેવ' સહિત ત્રણેય મ્યુઝિકલ ડાન્સ ડ્રામામાં નિધિ ધોળકિયા અને ભારતથી તેમની સાથે આવનાર મ્યુઝિશયન પોતાની કલાને રજૂ કરશે.
સૌ પ્રથમ વખત યુ.કે.ની ટુર ઉપર આવનાર આ કલાકારોના ત્રણેય કાર્યક્રમોના શોનું લંડન-લેસ્ટર અને અન્ય શહેરોમાં આયોજન કરવા માટે સંપર્ક કરો. જુઓ જાહેરાત પાન ૯.
