લગ્નમાં બે પૂર્વ પ્રેમિકાને પ્રિન્સ હેરીનું આમંત્રણ

Saturday 10th March 2018 05:56 EST
 
 

લંડનઃ પ્રિન્સ હેરીએ આગામી ૧૯ મેના રોજ યોજાનારા પોતાના લગ્ન માટે બે પૂર્વ ગર્લફ્રેન્ડને પણ આમંત્રણ આપ્યું હતું. હેરીના લગ્ન મેગન મર્કેલ સાથે થવાના છે. તે માટે આમંત્રિત મહેમાનોની યાદીમાં પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રેસિડા બોનસ અને ચેલ્સી ડેવીનું નામ પણ સામેલ છે.

સામાન્ય રીતે તો આવું થાય તો નવવધૂ નારાજ થઈ જાય. પરંતુ, મેગન મર્કેલને પ્રિન્સ હેરી પર સંપૂર્ણ વિશ્વાસ છે. હેરીના એક પરિચિતે કહ્યું હતું કે પ્રિન્સ હેરી લાંબા સમય સુધી ચેલ્સી અને ક્રેસિડા સાથે રહ્યા હતા. તે પછી પણ બન્ને સાથે તેમને સારા મિત્રતાપૂર્ણ સંબંધો રહ્યા હતા. તેથી બંને પૂર્વ પ્રેમિકાઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે.

જોકે, આમંત્રિતોની યાદીમાં મેગનના પૂર્વ પતિ ટ્રેવર એન્જલ્સનનું નામ નથી. એકતરફ ચેલ્સી અને ક્રેસિડા પોતાના જૂના સંબંધો વાગોળવાની કોશિશ કરતી નથી ત્યારે એન્જલ્સન ટીવી શોમાં પોતાના છૂટાછેડા અંગે મુક્ત મને વાતો કરતા જોવા મળ્યા હતા. બે વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૩માં મેગનના છૂટાછેડા થયા હતા. .


comments powered by Disqus