લંડનઃ બ્રિટનમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હજુ વરસાદ અને બરફવર્ષાની ચેતવણી અપાઈ રહી છે. પરંતુ ભયાનક વાવાઝોડું હવે શમવા આવ્યું છે. સાઈબીરિયાથી ફૂંકાયેલાં બરફનાં તોફાને જાણે કે બ્રિટનને બરફમાં ડુબાડી દીધું હતું. એક અઠવાડિયા સુધી વાવાઝોડાને કારણે બ્રિટનને દરરોજનું એક બિલિયન ડોલરનું નુકસાન પહોંચ્યું હતું.
સતત એક અઠવાડિયા માટે બ્રિટનનું અર્થતંત્ર અને જનજીવન ખોરવાઈ ગયું હતું. સમગ્ર બ્રિટનનું ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ ગયા પછી વીકએન્ડમાં યુદ્ધના ધોરણે રિપેરીંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સાઉથ બ્રિટનમાં તાપમાનનો પારો વધીને ૭ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. નોર્થ બ્રિટન હજુ હાડ થીજાવી દેતી ઠંડીનો સામનો કરી રહ્યું છે.

