ન્યૂ યોર્કઃ ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાના પ્રભાવથી મેટ્રો સિટી જ નહીં નાના ટાઉનમાં પણ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટ્સનો ક્રેઝ વધી રહ્યો છે. ૩૫થી ૪૦ વર્ષે ઉંમરની સાથે ચહેરા પર ઉપસતી કરચલીઓ અને ડાર્ક સર્કલ માટે લોકો કોન્સિયસ રહેવા લાગ્યા છે. એક સર્વેના તારણ મુજબ વિવિધ પ્રકારની એન્ટિ-એજિંગ પ્રોડકટ્સ અને ક્રીમનો ઉપયોગ માત્ર ઉંમરલાયક જ નહીં ૨૦થી ૩૦ વર્ષના યુવાનો પણ કરે છે.
એટલું જ નહીં એન્ટી એજિંગ સારવાર માટે આયુર્વેદ અને હર્બલ માર્કેટ પણ વિક્સી રહ્યું છે. ભારતમાં ૪૦૦ કરોડ ડોલરથી પણ વધુની એન્ટી-એજિંગ દવાઓ, ટ્રીટમેન્ટ તથા થેરપીઓનો વપરાશ થાય છે. જેમાં એન્ટી-સ્ટ્રેચ, એન્ટી-રિંકલ ક્રિમ, એન્ટી-એડલ્ટ થેરપી, હેર રિસ્ટોરેશન ટ્રીટમેન્ટ તેમજ કેમિકલ પિલ્સનો સમાવેશ થાય છે. વિશ્વમાં ૨૦૧૬થી એન્ટી એજિંગ માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોથી ૭ ટકાના દરે તે વધી રહ્યું છે. વિશ્વમાં એન્ટી એજિંગ માર્કેટ ૧૪૦૦૦ કરોડ ડોલરનું માર્કેટ છે. જે ૨૦૨૦ સુધીમાં ૨૧,૫૬૨ કરોડ ડોલર થવાની સંભાવના છે.
ઉત્તર અમેરિકા અને યુરોપ તેનું એક સમયે મોટું માર્કેટ હતું જે હવે એશિયા અને પેસિફિકમાં પણ ઝડપથી પ્રસરી રહ્યું છે. જોકે, એન્ટી-એજિંગ માટેની સસ્તી ક્રિમ તથા દવાઓ શરીરને નુકસાનકારક હોય છે.

