વુલ્વરહેમ્પટનના મેયર કાઉન્સિલર એલિયાસ મટ્ટુનું નિધન

- ધીરેન કાટવા Thursday 08th March 2018 04:16 EST
 

વુલ્વરહેમ્પટનના ૫૯ વર્ષીય મેયર કાઉન્સિલર એલિયાસ મટ્ટુનું લાંબી બીમારી બાદ ગયા અઠવાડિયે નિધન થયું હતું. તેમણે જાહેર સેવા અને સમાજના દરેક વર્ગના લોકોનું જીવન બહેતર બનાવવા માટે જીવન સમર્પિત કર્યું હતું.

વુલ્વરહેમ્પટન સિટી કાઉન્સિલના વડા કાઉન્સિલર રોજર લોરેન્સે એલિયાસ મટ્ટુને લોકોના સાચા મિત્ર, વફાદાર, કાળજી લેનારા અને શહેરના વિવિધ સમાજ માટે અથાગ પરીશ્રમ કરનારા વ્યક્તિ ગણાવ્યા હતા.

તેમના કરુણ નિધન અંગે શોક વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા વિશ્વભરમાંથી તેમના પરિવારને મળ્યા હતા. તેમના પત્ની મેયરેસ આશાબહેન મટ્ટુએ જણાવ્યું હતું કે દિલસોજી પાઠવતા અને અંજલિ આપતા સંખ્યાબંધ સંદેશા મળતા તેમને દુઃખની આ ઘડીમાં ખૂબ સાંત્વના મળી હતી. તેમણે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus