• ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન (IIW) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ‘શી ઈન્સ્પાયર્સ એવોર્ડઝ નાઈટ’ નું ગુરુવાર તા.૮-૩-૧૮ સાંજે ૬થી ૮ દરમિયાન કમિટી રૂમ નં.૧૦, હાઉસ ઓફ કોમન્સ, વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 0AAખાતે આયોજન કરાયું છે.
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૦-૦૩-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૧-૦૩-૧૮ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૦-૦૩-૧૮ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડીંગ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૧-૦૩-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૧૮-૩-૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૨.૩૦ દરમિયાન ભજન ભોજન, બપોરે ૨.૩૦થી ૪ બહેનોના ભજન – રવિવાર તા. ૧૮-૩-૧૮થી રવિવાર તા.૨૫-૩-૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન શ્રી રામચરિત માનસ નવાન્હ પારાયણ. સંપર્ક. 01772 253 901.
• મહાકાલી મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિ ગરબા ૨૦૧૮નું રવિવાર તા.૧૮-૩-૧૮થી સોમવાર તા.૨૬-૩-૧૮ સુધી સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ, ફોર્ટી એવન્યુ, વેબ્બલી, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. આઠમ રવિવાર તા.૨૫-૩-૧૮ના રોજ છે. સંપર્ક. પુષ્પાબહેન પટેલ020 8907 0385
• સનાતન મંદિર, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 7AF ખાતે રવિવાર તા.૧૮-૩-૧૮થી રવિવાર તા.૨૫-૩-૧૮ બપોરે ૧થી સાંજે ૫ દરમિયાન પાલીતાણાવાળા મહાવીર બાપૂ દ્વારા દેવી ભાગવત પારાયણ તેમજ લિંબચ માતા પાટોત્સવનું આયોજન કરાયું છે. શુક્ર – શનિ સાંજે ૭ વાગે હરિદાનભાઈ ગઢવીનો ડાયરો - દરરોજ સાંજે ૫ વાગે ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. ચંદુભાઈ નાયી 07440 744 098
દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિ
ગેરાથ થોમસ MP તથા લોર્ડ બિલિમોરીયા અને ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના સંયુક્ત ઉપક્રમે બ્રિટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના પ્રથમ સાંસદ ડો. દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિની શતાબ્દી નિમિત્તે ગુરુવાર તા. ૨૨-૩-૨૦૧૮ સાંજે ૪થી ૬ દરમિયાન કમિટી રૂમ નં.૪, હાઉસ ઓફ લોર્ડ્સ, વેસ્ટમિન્સ્ટર લંડન SW1A 0AA ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ડો. વિક્રમ વિસાના, ડો. કુસુમ વડગામા અને ડેનિયલ હન્ટ MA અતિથિવિશેષપદેથી વક્તવ્ય આપશે. સંપર્ક. 020 8866 0765
