એક પૈડાની સાઇકલ પર ૨૦ દેશોનો પ્રવાસ

Wednesday 08th August 2018 09:33 EDT
 
 

લંડનઃ આખી દુનિયા ફરવાનું અને મનગમતી જગ્યાઓની મુલાકાત લેવાનું ઘણા લોકોનું સપનું હોય છે પણ તે માટે સાઇકલ આપવામાં આવે તો? સપના પર પાણી ફરી જાય. જોકે, બ્રિટનના એક યુવકે ખરેખર સાઇકલ પર વિશ્વભ્રમણ કરી બતાવ્યું છે અને તે પણ પાછી એક પૈડાંવાળી સાઇકલ પર.
એડ પ્રેટ નામના આ ૨૨ વર્ષીય યુવકે એક પૈડાંવાળી સાઇકલ દ્વારા ૩ વર્ષમાં ૨૦ દેશોની સફર ખેડી અને તે દરમિયાન એક ચેરિટી માટે અઢી કરોડ રૂપિયાથી વધુ દાન પણ એકઠું કર્યું.
એડે માર્ચ ૨૦૧૫માં ૧૯ વર્ષની ઉંમરે ટાઉટન સ્થિત સમરસેટથી સફર શરૂ કરી હતી, અત્યાર સુધીમાં તેણે કુલ ૨૧ હજાર માઇલ (૩૩,૭૯૬ કિલોમીટર)નું અંતર કાપી લીધું છે. પ્રવાસ દરમિયાન તેણે જરૂરિયાતના સામાન તરીકે ટેન્ટ, બ્લેન્કેટ, સ્ટવ તથા થોડી ખાદ્ય સામગ્રી સાથે રાખી હતી.
તેણે આ સફર અન્ય કોઈની પણ મદદ લીધા વિના પૂર્ણ કરી છે, જે દરમિયાન તે દક્ષિણ એશિયા અને યુરોપના ૨૦થી વધુ દેશોમાં ફર્યો. ગયા શુક્રવારે તેણે સમરસેટના ચેરિટી હેડ ક્વાર્ટરમાં સફરનું સમાપન કર્યું હતું. આ
સમયે તેના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ
તેનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


comments powered by Disqus