મિલન ગ્રૂપ ઓફ વોલિંગ્ટન મિલન સેન્ટર ખાતે ગત ૧૮ જુલાઈએ તમામ પ્રકારના કેન્સરના લક્ષણો, નિદાન અને સારવાર વિશે સેન્ટરના સભ્યોને માહિતી પૂરી પાડવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. મેકમિલન કેન્સર સપોર્ટ સેન્ટર, એપ્સમ અને સેન્ટ હેલિયર હોસ્પિટલમાં કેન્સર માટે સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા તરલિકા પટેલે કેન્સરના રોગ વિશે ગુજરાતીમાં ખૂબ ઉપયોગી માહિતી આપવાની સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં કાઉન્સિલર નલિની પટેલ અને સટન કાઉન્સિલના રાઝિયા ઉપસ્થિત રહ્યા હતા.

