લંડનમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા સત્સંગ અભ્યુદય સત્ર યોજાયું

Wednesday 08th August 2018 06:31 EDT
 
(ડાબેથી) (આગળની હરોળ) પૂ. અક્ષરપ્રિય સ્વામી, પૂ. કૃષ્ણપ્રિય સ્વામી, વક્તા પૂ. દેવ પ્રસાદ સ્વામી, પૂ. દેવકૃષ્ણ દાસ સ્વામી, પૂ. સ્વયંપ્રકાશ સ્વામી, પૂ. ધર્મનંદન સ્વામી (પાછળની હરોળ) પૂ. અનંતસ્વરૂપ સ્વામી, પૂ. ધ્યેયસ્વરૂપ સ્વામી, પૂ. મુનિશ્વર સ્વામી, પૂ. કૃષ્ણસેવાદાસ સ્વામી, પૂ. કિર્તનપ્રિય સ્વામી, પૂ. હરિનિવાસદાસ સ્વામી.
 

લંડનઃ શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ગત ૨૮ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન પ્રિસમેટ સ્કૂલ, કેન્ટન હેરો ખાતે સત્સંગ અભ્યુદય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન વક્તાઓએ વ્યવહારિક તેમજ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી વિવિધ વિષયો પર કથા અને પ્રવચનો આપ્યા હતા. સત્રમાં પૂ. દેવકૃષ્ણદાસ સ્વામી, પૂ. દેવપ્રસાદદાસ સ્વામી, પૂ. કૃષ્ણપ્રિયદાસ સ્વામી તથા પૂ. સ્વયંપ્રકાશદાસ સ્વામી સહિત ૧૨ જેટલાં સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત, સંગીત સંધ્યા, ક્વિઝ, હિંડોળા ઉત્સવ, રાસોત્સવ જેવા ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુરુકુલના સંસ્થાપક ધર્મજીવનદાસ સ્વામીએ ગુરુકુળના માધ્યમથી દેશ-વિદેશમાં સત્સંગની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરાવ્યો હતો.૧૯૭૮માં તેઓ લંડન પધાર્યા હતા અને ભક્તોને સત્સંગનું રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના સંવાહક પૂ. દેવકૃષ્ણદાસ સ્વામીની આજ્ઞા અનુસાર સંતો સત્સંગની પ્રવૃત્તિ કરે છે. લંડનમાં બે સંતો કાયમી ધોરણે સત્સંગની પ્રવૃત્તિ કરે છે. દર શનિવારે બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બાળ સંસ્કારના ક્લાસ તથા યુવાનો અને વડીલો માટે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવે છે.


comments powered by Disqus