સામાન્ય કસરત કરશો તો પણ મગજની તંદુરસ્તી જળવાઇ રહેશે

Monday 13th August 2018 09:59 EDT
 
 

જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ મગજ સાથ આપવાનું બંધ કરી દે છે તેવું અભ્યાસમાં પુરવાર થયું છે. જોકે તબીબી નિષ્ણાતો કહે છે કે જો તમે અઠવાડિયામાં માત્ર ૧૫૦ મિનિટ કસરત કરશો તો મન તંદુરસ્ત રહેશે અને ઉંમરની અસર પણ નહીં થાય.
તાજેતરમાં ‘ન્યૂરોલોજી જર્નલ’માં પ્રકાશિત એક અભ્યાસમાં મિલર સ્કૂલ ઓફ મેડિસિન, મિયામી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જોયસ ગોમ્સ ઓસ્માને મગજની કસરત માટે એક પ્રિસ્ક્રિપ્શન તૈયાર કર્યું છે.
તેમણે ૧૦૦થી વધુ અભ્યાસને મગજના ૧૨૨ કાર્યો જોડીને અભ્યાસ કર્યો છે. ૧૧ હજાર વૃદ્ધો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો છ માસમાં બાવન કલાક પણ કસરત કરી લેવાય તો મગજની તંદુરસ્તીમાં ઘણાં સુધારા દેખાય છે. આટલો વ્યાયામ કરવામાં કોઇ મુશ્કેલ નથી પરંતુ તેના કારણે યાદશક્તિ સારી રહે છે. ઓસ્માને નોંધ્યું કે રિઝનિંગ, રિકોલ અને કોઈને ઓળખવાની પ્રક્રિયા વગેરેમાં કસરતને કારણે ખૂબ જ ઝડપ આવી જાય છે. ખરેખર તો આવી શારીરિક પ્રવૃતિથી મગજ પર અલગ અલગ પ્રભાવ પડે છે અને મગજમાં નર્વ્સનું નેટવર્ક સુચારુ રહે છે. નહિંતર ઉંમર વધવાની સાથે સાથે એ પણ ખરાબ થવા લાગે છે. કસરત કરવાથી મગજમાં રક્તસંચાર બરાબર જળવાઇ રહે છે. સાથે જ વિચારવાની સમજ શક્તિ સારી રહે છે. ઓસ્માનનું કહેવું છે કે તેના દાદાનું મૃત્યુ અલ્ઝામઇર્સથી થયું હતું અને પરિવારમાં આ પ્રકારના જીન્સ છે જે ન્યૂરોડિજનરેશન તરફ જાય છે. જરૂરી નથી કે ભારે કસરત જ કરાય, એરોબિક પણ કરી શકાય છે. વેઇટટ્રેનિંગ સાથે તાઇ ચી (એક પ્રકારની કસરત) પણ કરી શકાય છે. મહત્ત્વની વાત છે કે મગજની ઓળખવાની ક્ષમતા જળવાય રહેવી જોઇએ.


comments powered by Disqus