સ્વામીનારાયણ મંદિર, શિકાગોના ૨૦મા પાટોત્સવની ઉજવણી

Wednesday 08th August 2018 06:37 EDT
 
રંગોત્સવ પ્રસંગે આચાર્ય મહારાજ પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી સાથે વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ કુરજીભાઈ કેરાઈ.
 

તા. ૨૮ જુલાઈથી તા.૫ ઓગસ્ટ દરમિયાન અમેરિકામાં શ્રી સ્વામીનારાયણ મંદિર., શિકાગોનો ૨૦મો પાટોત્સવ યોજાઈ ગયો. તે દરમિયાન નવ દિવસની પારાયણ, ત્રણ દિવસના મહાવિષ્ણુયાગનું આયોજન કરાયું હતું. પ્રથમ વખત વિદેશની ધરતી પર લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજની વર્ષગાંઠની (૨૧મી) ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત, રંગોત્સવ, શોભાયાત્રા, અન્નકુટ ઉત્સવનો હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.પાટોત્સવના છેલ્લા દિવસે દેશ-વિદેશના હરિભક્તો સહિત ૩,૦૦૦થી વધુ સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મકુળ પરિવાર દ્વારા મંદિરના એક્સટેન્શનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. 


comments powered by Disqus