લંડનઃ ગરમ કરતાં ઠંડા પાણીએ સ્નાન કરવાથી માનસિક તણાવ અને લોહીના દબાણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત માંસપેશીઓ મજબૂત બનવાથી માંડીને ઇમ્યૂન સિસ્ટમને પણ ફાયદો કરે છે. એક હેલ્થ જર્નલમાં છપાયેલા આર્ટિકલ મુજબ ૯૦ દિવસ સુધી સતત ઠંડા પાણીએ નહાવાથી ૨૯ ટકા લોકોની તબિયતમાં સુધારો થયો હતો. ઠંડા પાણીએ નાહવાથી માત્ર ધ્રુજારી આવે છે તેના સિવાય ખાસ કશું જ નુકસાન થતું નથી.
આ સ્ટડીમાં જણાવ્યા મુજબ નિયમિત કોલ્ડ શાવરથી શરદી, ફલુ કે કોઇ બીમારી પણ થતી નથી. આ ઉપરાંત ઠંડા પાણીએ નહાવાથી જે ઉર્જા વધે છે કે કેફીન કરતાં પણ વધારે હોય છે. હાથ-પગને ઠંડી લાગે છે પરંતુ તે સહન કર્યા પછી રાહતનો અનુભવ થાય છે. નુકસાનકારક રસાયણો બહાર નીકળી જાય છે આથી તણાવ ઓછો થવા લાગે છે. જોકે અતિ ઠંડા પાણીથી મગજને ઝાટકો લાગતો હોવાથી ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાય છે. જોકે ઘણા માને છે કે ઠંડા પાણીથી માંસપેશીઓની ફલેકસિબિલિટી ઘટે છે. ઉંમરલાયક હોય અને હૃદયને લગતી બીમારી હોય તો વ્યક્તિ બેભાન થઇ શકે અથવા તો તેનાથી નુકસાન થઇ શકે છે.

