પ્રિન્સ વિલિયમ અને કેટના ત્રીજા સંતાનનું નામ પ્રિન્સ લુઈસ રખાયું

Wednesday 09th May 2018 07:25 EDT
 
 

લંડનઃ શાહી પરિવારના સભ્ય અને પ્રિન્સ ચાર્લ્સના પુત્ર પ્રિન્સ વિલિયમ તથા કેટ મિડલટનના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થતાં હાલ બ્રિટિશ શાહી પરિવારમાં ભારે ખુશીનો માહોલ છે. ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રીજે પ્રિન્સ લુઈસના જન્મની નોંધણી કરી હતી. તેમણે પ્રિન્સ વિલિયમ તથા કેટના ત્રીજા પુત્રને પૂરું નામ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ લુઈસ આર્થર ચાર્લ્સ ઓફ કેમ્બ્રીજ કેન્સિંગ્ટન પેલેસ આપતા સર્ટિફિકેટ પર સહી કરી હતી. પોતાના પુત્રના જન્મ બાદ ફુરસદનો સમય માણી રહેલા ડ્યુકે માત્ર ‘વિલિયમ’ સહી કરી હતી.

પ્રિન્સ વિલિયમ અને મિડલટનના સૌ પ્રથમ બાળક પ્રિન્સ જ્યોર્જ તથા પ્રિન્સેસ શાર્લોટ સાથે પ્રિન્સ લુઈસની તસવીરો તાજેતરમાં જારી કરાઈ હતી. જેની રસપ્રદ બાબતમાં પ્રિન્સ જ્યોર્જનું સ્વેટર પ્રિન્સેસ શાર્લોટે પહેર્યું હતું. ૨૦૧૮માં ક્વિન એલિઝાબેથ (દ્વિતીય) તેમના સાત પ્રપૌત્રો સાથે એક તસવીરમાં જોવા મળ્યા હતા. તેમની નજીક જમણી બાજુએ ઊભા રહેલા પ્રિન્સ જ્યોર્જ ચાર વર્ષના હતા ત્યારે તેમણે જે સ્વેટર પહેર્યું હતું તે એક વર્ષ બાદ તેમની બહેન પ્રિન્સેસ શાર્લોટે પહેરેલું સ્પષ્ટ જોવા મળે છે. આ સ્વેટર સ્પેનિશ બ્રાન્ડ ફિના અજેરીક્યુનુ છે. જેની કિંમત માત્ર બાવન પાઉન્ડ છે.

ધ્યાન ખેંચે તેવી બીજી બાબત એ છે કે તાજેતરમાં પ્રિન્સ લુઈસના જન્મ વખતે તેમને જે વ્હાઈટ જંપર પહેરાવાયું હતું તે પણ પ્રિન્સેસ શાર્લોટે તેમના ઓફિશિયલ પોટ્રટ્સના ખોળામાં પહેરેલું જોવા મળે છે. બ્રિટિશ શાહી પરિવારના સંતાનો પણ એકબીજાનાં ઉતરેલાં વસ્ત્રો પહેરે છે તે જાણીને ઘણું આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે.


comments powered by Disqus