પ્રિયા પ્રકાશ વોરિયરનો વીડિયો ‘હવા હવા’ વાયરલ

Wednesday 09th May 2018 07:17 EDT
 
 

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર પોતાના નેચરલ એક્સપ્રેશન માટે ઘણી પ્રખ્યાત બની ગઈ છે.
નેણ મટકાવતા વીડિયો બાદ લોકોમાં ક્રેઝ બનેલી પ્રિયાનો એક બીજો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયા કેટલાક લોકો સાથે ઉભી છે અને ફિલ્મ ‘મુબારક’ના રિમિક્સ ગીત ‘હવા હવા’ પર ડાન્સ કરતાં ગીત ગાઈ રહી છે.
આ વીડિયોમાં પ્રિયાએ કાંજીવરમ સાડી પહેરેલી છે. થોડા સમય પહેલાં પ્રિયાએ એક જાહેરાત કરી હતી તેનો વીડિયો પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus