બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીના પાંચમા સ્થાપનાદિનની ભવ્ય ઉજવણી

Wednesday 09th May 2018 07:15 EDT
 
 

લંડનઃ તા.૨૫.૪.૧૮ને બુધવારે અર્લી યર્સ સેક્ટરના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં રિસેપ્શન અને આફ્ટરનૂન ટી સાથે બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીના પાંચમા સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી ગ્રૂપની સિદ્ધિઓની ઉજવણીનો આ કાર્યક્રમ હેરોના લોર્ડ પોપટના યજમાનપદે યોજાયો હતો. લોર્ડ પોપટ, અમોલ દેવાણી (ડિરેક્ટર અને સહસ્થાપક, બ્રાઈટ લીટલ સ્ટાર્સ), લોર્ડ એગ્ન્યુ (ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના મિનિસ્ટર એન્ડ પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ) અને પૂર્ણિમા તનુકુ OBE (NDNA ચીફ એક્ઝિક્યુટિવ) એ પ્રવચનો આપ્યા હતા.

ઉપસ્થિતોમાં અર્લી યર્સ સેક્ટરના નિષ્ણાત પેની તસોની, બેરોનેસ ડોરોથી થોર્નહિલ MBE, પ્રતિષ્ઠિત અતિથિઓ, તમામ નર્સરીના સ્થાનિક સાંસદો અને ઘણી સ્કૂલોના વડાનો સમાવેશ થયો હતો.

પૂર્ણિમા તનુકુ OBEએ જણાવ્યું હતુ કે અર્લી યર્સ સેક્ટર માટે હાલનો સમય પડકારજનક છે. ઉચ્ચ ગુણવત્તા પૂરી પાડવા માટે વિપુલ મૂડીરોકાણ અને પ્રતિબદ્ધતાની જરૂર પડે છે.

૨૦૧૩માં શરૂ થયેલા બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરી ગ્રૂપનો હેતુ દરેક બાળકની વિશિષ્ટ સંભાળ સાથે તેની ક્ષમતા મુજબ ખુશ, તંદુરસ્ત અને સલામત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેમાં મદદરૂપ થવાનો છે.

છેલ્લા પાંચ વર્ષમાં બ્રાઈટ લીટલ સ્ટાર્સે ૧,૦૦૦ બાળકોની સંભાળ લીધી હતી, ૧૫૦ જોબ ઉભી કરી હતી. ઓફસ્ટેડ દ્વારા તેને વિશિષ્ટ અર્લી યર્સ કેર એન્ડ એજ્યુકેશન પૂરું પાડવા બદલ સન્માનિત કરાયું હતું. ગ્રૂપને ટેરેસા ગ્રેહામપીપલ એવોર્ડ એનાયત કરાયો હતો જે દર્શાવે છે કે ગ્રૂપ તેની સંસ્થાના બાળકો, સ્ટાફ ટીમો અને પેરન્ટ્સ પર વાસ્તવિક અસર ઉભી કરી હતી.

બ્રાઈટ લીટલ સ્ટાર્સના ડિરેક્ટરોએ જણાવ્યુ હતું કે તેઓ યુકેના અર્થતંત્ર, સ્થાનિક સમાજના અખંડિત ભાગરૂપ અને રાષ્ટ્રના ભાવિ માટેના કેળવણીકાર છે.


comments powered by Disqus