શરદ ઋતુમાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. સામાન્ય શરદી ખાસીનો ઉપચાર કિચનમાં જ છે. આ સરળ ઘરેલું ઉપચારોથી તમને શરદી-ખાંસીમા અવશ્ય રાહત મળશે.
• આદુઃ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સંશોધન મુજબ આદુમાં એવા કેમિકલ્સ રહેલાં છે, જે શરદી, ખાંસી અને સોજા ઉપર ખૂબ પ્રભાવક ઢંગથી કામ કરે છે. ઉકળતા પાણીમાં થોડું તાજું આદું છીણીને નાંખો અને તેની ગરમ વરાળનો નાશ લો જેનાથી શરદીમાં રાહત થશે. જો ખાંસી અને કફ હોય તો આદુ-તુલસીની ચા પીઓ.
• મરીઃ જો ખાંસી સતાવતી હોય તો એક ચમકી મદમાં થોડો મરીનો ભૂકો ભેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચાટો. મધ કફને ઓગાળે છે. વળી તેમાં એન્ટીબાયોટિક તત્વો છે. જે બેક્ટેરિયાનો સફાયો કરે છે. જ્યારે મરી રક્તપરિભ્રમણ સુધારે છે. તમે તેનો ઉકાળો પણ પી શકો છો. એક કપ ઉકળતા પાણીમાં ૧ ટીસ્પૂન મરીનો ભૂકો અને બે ટેબલસ્પૂન મધ નાખી થોડી વાર ઢાંકી રાખો. પછી તેને ગાળી લો અને આ ગરમ ઉકાળો પીઓ.
• અળસીઃ ગળાનું અને બ્રોન્કાઇટલ ટ્રેકનનું ઇન્ફેકશન દૂર કરવા માટે અળશી અકસીર છે. એક કપ પાણીમાં બે ટેબલસ્પૂન અળસી નાંખીને તે ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેને ગાળી લો અને તેમાં ત્રણ ટેબલસ્પૂન મધ અને થોડો લીંબુનો રસ નાંખો. દિવસમાં થોડી થોડી વારે આ પીતો રહો.
લીલાં મરચાંઃ જો ખૂબ શરદી હોયતો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો. તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે. લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે. તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.
• મધઃ લાંબા સમયની સૂકી ખાંસી માટે મધ એક ઉત્તમ ઔષધ છે. ગાઢું અને ચીકણું મધ ગળામાં ચમરાટી પેદા કરનાર મ્યૂક્સ મેમ્બ્રેન પર ચોંટી જાય છે અને તરત આરામ પહોંચાડે છે. મધ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતું હોવાથી બેક્ટેરિયલ ઇન્ફેકશનને મટાડવામાં મદદરૂપ થાય છે.

