• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પીરીચ્યુઅલ યુનિવર્સિટી, યુકે દ્વારા ‘હાઉ ટુ લીવ પર્પઝફુલી’ વિષય પર જય પીનારાના વર્કશોપનું રવિવાર તા.૧૩.૫.૧૮ બપોરે ૨થી ૫.૩૦ દરમિયાન ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯, પાઉન્ડ લેન લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8727 3350
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યકર્મો - રવિવાર તા.૧૩-૫-૧૮ને સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકી • રવિવાર તા.૨૦.૫.૧૮ થી રવિવાર તા.૨૭.૫.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન પૂ. ગોપાલ શરણ મહારાજની કથા અને આરતી બાદ દરરોજ મહાપ્રસાદ. સંપર્ક. 020 8553 5471
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૫૫, આલ્બર્ટ રોડ, ઈલફર્ડ, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1HN ખાતે રવિવાર તા.૧૩-૫-૧૮ને બપોરે ૧.૪૫થી સાંજે ૫ દરમિયાન પ્રોસ્ટેટ અને લોહીની સામાન્ય સમસ્યાઓ વિશે નિષ્ણાતોનું પ્રવચન અને પ્રશ્રોત્તરી સાથે હેલ્થ એન્ડ વેલબીઈંગ સેમિનારનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૩-૦૫-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા.૧૧.૫.૧૮ સુધી ‘યોગી પર્વ – હજી ભલા સાધુ’ નું રાત્રે ૮.૧૫થી ૯.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. મહાપ્રસાદ સાંજે ૭.૧૫થી ૮.૧૫. સંપર્ક. 020 8965 2651
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૨-૦૫-૧૮ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડીંગ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો
• બુધવાર તા.૧૬.૫.૧૮થી બુધવાર તા.૧૩.૬.૧૮ દરમિયાન અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે મંદિરમાં બપોરે ૧૨.૩૦થી ૧ અને રાત્રે ૮થી ૮.૩૦ દરમિયાન ભગવાન શ્રી પુરુષોત્તમની કથાનું વાંચન • રવિવાર તા.૨૦.૫.૧૮ સવારે ૯.૩૦ થી બપોરે ૨.૩૦ દરમિયાન ભજન-ભોજન, બપોરે ૨.૩૦થી ૪ દરમિયાન બહેનોના ભજન થશે. સંપર્ક. 01772 253 901.
• ભગવતી શક્તિપીઠ બિલ્ડીંગના લાભાર્થે દેવી હેમલતા શાસ્ત્રીજીના મુખે શ્રીમદ દેવી ભાગવત કથાનું શુક્રવાર તા.૧૮.૫.૧૮થી શુક્રવાર તા.૨૫.૫.૧૮ દરમિયાન બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અનિલભાઈ 07868 755 506
• ગાયત્રી પરિવાર દ્વારા રવિવાર તા.૧૯.૫.૧૮ સવારે ૯થી બપોરે ૧.૩૦ દરમિયાન ડો. ચિન્મય પંડ્યાનું પ્રવચન, સંતો દ્વારા સંગીત તેમજ ૧૦૦૦ દીપ મહાયજ્ઞનું સહજાનંદ માર્કી, શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, વુડલેન સ્ટેનમોર HA7 4LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07999 652 007..
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું સોમવાર તા.૨૧-૦૫-૧૮થી રવિવાર તા.૨૭-૦૫-૧૮ દરમિયાન બપોરે૩ થી સાંજે ૬.૩૦ દરમિયાન શ્રી રામ મંદિર, ફોર્ડ સ્ટ્રીટ, વોલસોલ, વેસ્ટ મીડલેન્ડ WS2 9BW ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• શ્રી ગિરી બાપૂની શિવકથાનું રવિવાર તા.૨૬.૫.૧૮થી શનિવાર તા.૩.૬.૧૮ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન પ્રજાપતિ હોલ, અલ્વર્સ ક્રોફ્ટ રોડ લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. આસ્થા ચેનલ પર કથા લાઈવ નિહાળી શકાશે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંક પ્રસ્તુત નાટક ‘બૈરી મારી બ્લડપ્રેશર’ના શો
• શુક્રવાર તા.૧૮.૫.૧૮ સાંજે ૭ વાગે ઓલ્ડહામ કોલિઝિયમ યુકે માન્ચેસ્ટર સંપર્ક. શશીભાઈ 07754 512 847 • શનિવાર તા.૧૯.૫.૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL મંજુ માધાપરિયા 07931 534 270 • રવિવાર તા.૨૦.૫.૧૮ બપોરે ૪ વાગે સાઉથબ્રુક હાઈ સ્કૂલ સરે KT6 5AR સંપર્ક. માલતીબેન પટેલ 020 8546 4251
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૧૪.૫.૧૮ સાંજે ૬.૧૫થી શુક્રવાર તા.૧૮.૫.૧૮ સાંજે ૬ સુધી ‘પાથ ઓફ ડિવોશન’ ફર્ગસ ક્વીનના પેઈન્ટિંગ્સનું પ્રદર્શન • બુધવાર તા.૧૬.૫.૧૮ સાંજે ૬.૩૦ ખયાલ મ્યુઝિક એન્ડ ઈમેજિનેશન ફેસ્ટિવલ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને ગાયિકા અમૃતા ગરૂડ • શુક્રવાર તા.૧૮.૫.૧૮ એવોર્ડવિજેતા નાટ્યલેખક અશ્વિન સિંઘના પુસ્તક ‘ ડરબન મીટ્સ લંડન’નું વિમોચન સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • ગુરુવાર તા.૧૦.૫.૧૮થી ગુરુવાર તા.૩૧.૫.૧૮ દર ગુરુવારે સાંજે ૬થી ૮ દરમિયાન સ્પેશિયલ વર્કશોપ, આર્ટ, હિસ્ટ્રી લેક્ચર સિરીઝ મોડ્યુલ -૨ • શનિવાર તા.૧૯.૫.૨૦૧૮ સાંજે ૬ વાગે ભારતીય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ ‘ ધ બેસ્ટ ઓફ યંગ જનરેશન’ સંપર્ક. 020 7381 3086
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
