સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝૂંબેશઃ મુખ્ય બ્રાન્ડ્સ દ્વારા પ્રતિબંધ આવશે

Wednesday 09th May 2018 07:18 EDT
 
 

લંડનઃ બ્રિટનમા ૪૦થી વધુ સૌથી મોટા સુપરમાર્કેટ, ફૂડ અને ડ્રિન્ક બ્રાન્ડ્સ દ્વારા સાત વર્ષ એટલે કે ૨૦૨૫ સુધીમાં થ્રોઅવે પ્લાસ્ટિકની નાબૂદીની જાહેરાત કરાઈ છે. મુખ્ય રીટેલર્સે જણાવ્યું છે કે તેઓ ફરી વપરાશમાં ન લેવાય કે રીસાયકલ ન થાય તેવા પ્લાસ્ટિક પેકેજિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવા માગે છે. હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ દ્વારા તેમના ઉત્પાદનોની ડિઝાઈન્સ બદલી દેવાશે. બ્લેક રેડી-મીલ મેટલ ટ્રેઝ, ક્રિસ્પ પેકેટ્સ, પિઝા બેઝીસ અને ફૂડ પાઉચીસ યુકે પ્લાસ્ટિક પેક્ટ હેઠળ આવરી લેવાયા છે.

એન્વિરોન્મેન્ટ સેક્રેટરી માઈકલ ગોવે આ સંધિને આવકારી હતી. સમુદ્રોના રક્ષણ માટે ઝૂંબેશ ચલાવતા કીપ બ્રિટન ટાઈડી અને એલન મેક્આર્થર ફાઉન્ડેશન તેમજ કેટલાક ઓદ્યોગિક જૂથોએ પણ આ સંધિને આવકારી છે. ટેસ્કો, સેઈન્સબરીઝ, આસડા, મોરિસન્સ, વેઈટરોસ, માર્ક્સ એન્ડ સેપેન્સર, આલ્ડી, લીડલ અને પ્રેટ એ મેનેજર સહિત સુપરમાર્કેટ્સ દ્વારા આ સંધિ પર હસ્તાક્ષર કરાયા છે. આ સંધિમાં કોકા-કોલા, પેપ્સીકો, નેસ્લે, યુનિલીવર અને ડેનોન જેવા ફૂડ અને ડ્રિન્ક્સ જાયન્ટ્સ પણ સામેલ થયા છે.

બ્લેક ટ્રે, તાજા માંસ અને માછલી માટે પ્લાસ્ટિક ટ્રે, પિઝા બેઝીસ, લોન્ડ્રી લિક્વિડ, ફ્રોઝન ફૂડ માટે બેગ્સ, પ્લાસ્ટિક સાથેના કોટન બડ્સ, સ્ટ્રો, પ્લાસ્ટિક બોટલ્સ, ક્રિસ્પ પેકેટ્સ અને ફળ અને શાકભાજી માટે પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ બંધ કરાશે. જોકે, તમામ પ્લાસ્ટિક પેકેજિંગ દૂર કરી નહિ દેવાય. જેનો પુનઃ ઉપયોગ, રીસાયકલિંગ અથવા સડાવી શકાય તેવી પ્લાસ્ટિક બોટલ્સ અને પેક્સનો સમાવેશ નહિ થાય.

મોરિસન્સ દ્વારા કેટલાક સ્ટોર્સમાં ફળ અને શાકભાજી માટે પ્લાસ્ટિક પેકેજિંગ દૂર કરવાની ટ્રાયલની જાહેરાત કરાઈ છે. તેઓ બૂચર અને ફિશમોંગર કાઉન્ટર પરથી ખરીદાતી પેદાશો માટે ગ્રાકોને પોતાના કન્ટેનર્સ લાવવાની પણ છૂટ આપશે.


comments powered by Disqus