અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘ધમાલ’ અને ‘ડબલ ધમાલ’ બાદ હવે ‘ધમાલ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત નેને પણ જોવા મળશે. ફોક્સસ્ટાર ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ વિશે પ્રોડક્શન-હાઉસે ટ્વિટ કર્યું હતું કે, અજય દેવગન સાથે ‘ટોટલ ધમાલ’માં કામ કરવાનો અનુભવ સુખદ રહેવાનો છે. અજય ફિલ્મમાં તમને હસાવી-હસાવીને ગાંડા કરી નાંખશે. ઇન્દરકુમાર દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં લાંબી સ્ટારકાસ્ટ સાથે માધુરી દીક્ષિત પણ હોવાથી ફિલ્મ બાબતે ઘણી ઉત્સુક્તા દેખાય છે.

