અનેક વિટામીનથી ભરપૂર અંજીર

Saturday 13th January 2018 05:55 EST
 
 

અંજીર શિયાળામાં ખાવામાં આવતું સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ છે. આમ તો અંજીર બારેમાસ ખાઈ શકાય છે. પરંતુ આ પ્રકારના સૂકામેવા શિયાળામાં વધારે ફાયદાકારક મનાય છે. અંજીરમાં અનેક પ્રકારના વિટામીન રહેલા છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
• મિનરલ સોલ્ટ, વિટામિન-એ, ઉપયોગી કોલેસ્ટ્રોલ, આયર્ન, એસિડ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, ક્લોરિન જેવા તત્વો અંજીરમાં રહેલા છે.
• અંજીર ખાવાથી વજનમાં ઘટાડો થાય છે.
• ગરમ પાણીમાં અંજીર પીવાથી શરદીમાં રાહત થાય છે.
• અંજીરમાં એન્ટિ-ઓક્સિડન્ટની માત્રા વધારે હોય છે, જે લોહીમાં રહેલી અશુદ્ધિને દૂર કરે છે.
• અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી પેટને લગતી બીમારીમાં રાહત આપે છે. સાથે ખોરાકને પચવામાં મદદ કરે છે.
• ગરમ પાણીમાં અંજીર પીવાથી કિડનીની પથરીમાં છૂટકારો અપાવે છે.
• ગર્ભવતી મહિલાએ ખાસ અંજીરનું સેવન કરવું જોઈએ તેનાથી પ્રસૂતિ સમયે દર્દ સહન કરવાની શક્તિ મળે છે.
• અંજીરનો લેપ માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
• અંજીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.


comments powered by Disqus