બોલિવૂડ પછી હોલિવૂડની ફિલ્મોમાં અભિનય આપનારી મલ્લિકા શેરાવત ઘણા સમયથી ભારત છોડીને પેરિસ રહેવા જતી રહી હતી. ત્યાં તે પોતાના બોયફ્રેન્ડ સાઇરલ ઓકઝેનફેન્સ સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. જોકે અહેવાલો એવા છે કે મલ્લિકા અને તેનો બોયફ્રેન્ડ ભાડું ન ભરી શકતાં મકાન માલિકે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મલ્લિકા શેરાવત હવે ફરી કમાણી કરવા ભારત આવી પહોંચી છે. તાજેતરમાં તે ટચૂકડા પડદાના એક રિયાલિટી શોમાં દેખાઇ હતી. જ્યાં તેણે દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ પરથી હવે એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે મલ્લિકા આર્થિક મુશ્કેલીમાં હોવાથી ફરી બોલિવૂડનો સહારો લેશે. અહીંની મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા તે ફાંફા મારી રહી છે. મલ્લિકા શેરાવત એક બોલ્ડ અને બ્યુટિફુલ યુવતી છે. તેણે હિંદી, ચાઇનીસ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

