દબંગ સલમાન સાથે દબંગાઈથી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર છે ગેંગસ્ટર રોલેન્સ

Wednesday 10th January 2018 06:08 EST
 
 

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને એક ગેંગસ્ટરે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ગેંગસ્ટર રાજસ્થાનના જોધપુરનો છે અને તેણે જણાવ્યું છે કે તે સલમાન ખાનને જોધપુરમાં જ મારશે. સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટરનું નામ લોરેન્સ વિશ્નોઈ છે. આપને જણાવી દઈએ કે કાળિયાર હરણનો શિકાર કરવાના કેસમાં વિશ્નોઈ સમાજ સલમાન ખાનથી નારાજ છે. હકીકતમાં લોરેન્સને જોધપુર કોર્ટમાં કોઈ મામલામાં રજૂ કરવામાં આવ્યો હતો. લોરેન્સે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે મીડિયાની સામે જ સલમાન ખાનને ધમકી આપતાં જણાવ્યું હતું કે હું સલમાન ખાનને મારી નાંખીશ.


comments powered by Disqus