દીપિકા પદુકોણે પાંચમીએ પ્રેમી રણવીર સિંહ સાથે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જ દિવસે પ્રેમી પંખીડા સગપણ કરવાના હતા તેવી વાત હતી, પણ બંનેએ કંઈ જાહેર કર્યું નથી. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર આ યુગલ હાલમાં લગ્ન કરવાના મૂડમાં નથી.
દીપિકાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે કારકિર્દી પર ધ્યાન આપવા માગે છે. દીપિકાએ જાહેરમાં હજી રણવીર સિંહ સાથે પ્રેમનો એકરાર પણ કર્યો નથી. આ પ્રેમીપંખીડા વચ્ચે વારંવાર વાદવિવાદ થાય છે. કહેવાય છે કે દીપિકા લગ્ન માટે પોતાને તૈયાર કરી શકતી નથી. તેમ સોશ્યલ મીડિયા એક પોર્ટલ જણાવ્યું હતું. દીપિકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક દસકો પૂરો કર્યો છે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી થઈ હતી. દીપિકા કહે છે કે, હું આજે પણ એ જ દીપિકા છું. મેં મારી સફર દરેક પળે માણી છે. હું બરાબર જાણું છું અને સમજું છું કે પહેલા હું શું હતી અને આજે ક્યા સ્થાને છું? હું મારી ભૂલોમાંથી પણ સતત શીખી રહી છું. હું ત્યારે પણ ભૂલમાંથી શીખતી હતી અને લોકોની સલાહ ધ્યાનમાં લેતી હતી.

