અનુષ્કા શર્મા બાદ હવે અભિનેત્રી સોનમ કપૂર લગ્ન કરવા જઈ રહી છે. સોનમ લાંબા સમયના બોયફ્રેન્ડ બિઝનેસમેન આનંદ આહુતી સાથે આ વર્ષના એપ્રિલ માસમાં લગ્ન કરશે. સૂત્રોએ જણાવ્યા મુજબ બન્નેનાં લગ્ન જોધપુરમાં થશે. તે એક અંગત લગ્ન હશે. જેમાં ૩૦૦ અતિથિઓ સામેલ હશે.
અહેવાલોની વાત માનવામાં આવે તો બન્નેનાં પરિવારજનોએ અતિથિની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, જ્યારે સોનમ-આનંદનાં લગ્નના અહેવાલ આપ્યા હતા તે મીડિયામાં એમ જણાવવામાં આવ્યું હતું કે તે સોનમના લગ્નની તૈયારીઓ નથી પરંતુ તેના કઝિન મોહિત મારવાહના લગ્નની તૈયારીઓ છે, પરંતુ હવે અસલ વાત સામે આવી ગઈ છે.

