લોકપ્રિય ટીવી ક્રાઇમ શો ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના નિર્માતા નિર્દેશક સોહેબ ઇલિયાસીને દિલ્હીની કડકડડૂમા કોર્ટે પત્ની અંજુ ઇલિયાસીના મોત માટેના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. સોહેબને અદાલતે પત્ની હત્યાના ૧૭ વર્ષ બાદ સજા ફટકારી છે. ૧૧ જાન્યુઆરી ૨૦૦૦ના દિવસે સુહૈબના ઘરે અંજુનું શંકાસ્પદ મોત થયું હતું. હત્યા કરવા માટે કાતરનો ઉપયોગ કરાયો હતો. પાછળથી આરોપ સોહેબ પર જ લાગ્યો હતો.

