અનુપ – જસલીનઃ હમ જુદા હો ગયે!

Wednesday 10th October 2018 08:57 EDT
 
 

નોન ફિક્શન શો ‘બિગ બોસ-૧૨’માં થોડા દિવસો વિતાવ્યા બાદ સ્પર્ધકો પોતાના અસલ સ્વરૂપમાં આવવા લાગ્યા છે. તેની એક ઝલક હાલના એક એપિસોડમાં દેખાઈ હતી. શોનાં સૌથી ચર્ચાસ્પદ સ્પર્ધક અનુપ જલોટા અને જસલીનની જોડી વચ્ચે તકરાર જોવા મળી છે. ખરેખર, ‘કુર્બાની’ ટાસ્ક પછી અનુપ જલોટાને જસલીનની હરકતોએ દુ:ખી કરી દીધા હતા.
અનુપ જલોટાએ બધા વચ્ચે એલાન કર્યું હતું કે, તે આ વાતથી ખૂબ જ દુ:ખી છે કે જસલીને તેના કપડાંઓ અને મેકઅપને તેમના કરતાં વધારે મહત્ત્વ આપ્યું. જસલીન વારંવાર અનુપને સોરી કહેતી રહી અને રડતી રહી, પણ અનુપે જસલીનની એક વાત ન સાંભળી અને કહી દીધું તે પોતાનો સબંધ તોડી રહ્યા છે.
અનુપે શોમાં કહ્યું કે, તે પોતાના નિર્ણય પર અડગ છે અને આ નિર્ણયને કોઈ બદલી શકશે નહી. ઘરનાં બધા જ સ્પર્ધકોએ અનુપ જલોટાને સમજાવ્યા કે, શોમાં સબંધ તોડો નહીં, પણ તેમણે કોઈનું ના સાંભળ્યું. હવે આ બંનેના બ્રેકઅપ બાદ જસલીન મથારૂના પિતાનુ નિવેદન સામે આવ્યું છે
જસલીનનાં પિતા કેસર મથારૂ પુત્રીના બ્રેકઅપથી ખુશ છે. કેસર મથારૂએ ‘બિગબોસ’નાં ઘરમાં આવવાની માગ કરી છે, પરંતુ તેમને પરવાનગી મળી નથી.
ચર્ચા છે કે, કેસર મથારૂ ઘરની અંદર જઈને જસલીનને સમજાવવા માગતા હતા. તે જસલીનને અનુપ જલોટા સાથે રહેવા રોકવા માગતા હતા, પરંતુ તેમને પરવાનગી આપવામાં આવી નહીં. કેસર મથારૂએ જણાવ્યુ કે, તેમને લાગે છે કે જસલીન અને જલોટા વચ્ચેનો સબંધ સ્ક્રિપ્ટેડ છે. તેમનો સંબંધ ફક્ત ‘બિગબોસ’ના ઘરમાં જવા માટે બનાવવામાં આવ્યો છે.


comments powered by Disqus