ટેક્સચોરને ૨૪૫,૦૦૦ પાઉન્ડ ભરવા આદેશ

Wednesday 10th October 2018 08:10 EDT
 
 

લંડનઃ પેડગેટના વિસ્કાઉન્ટ રોડ પર રહેતા ૪૪ વર્ષીય મેહમેટ ટેકાગેકને ટેક્સચોરી કરવા બદલ ૩૦ મહિનાની જેલ કરવામાં આવી હતી. HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC) ની તપાસમાં ટેકાગેકે પેન્કેથના વોરિંગ્ટન રોડ પર આવેલા ટોપ ગ્રીલ કબાબ એન્ડ પીઝા હાઉસના ટેકિંગ જાહેર કર્યા ન હતા.
લીવરપૂલ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન તેને જણાવાયું હતું કે તેણે ત્રણ મહિનામાં ૨૪૫,૧૦૫ પાઉન્ડ ભરવા પડશે. અથવા વધુ બે મહિના જેલમાં રહેવું પડશે અને રકમ તો ચૂકવવાની બાકી જ રહેશે. ટેકાગેકે વર્ષમાં માત્ર ૯,૦૦૦ પાઉન્ડ જ કમાતો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ, તે કોર્પોરેશન ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે પોતાની શોપમાંથી જે લેતો હતો તે જાહેર કરતો ન હતો અને ગ્રાહકો પાસેથી વસૂલ કરેલી વેટની રકમ પોતાની પાસે રાખતો હતો.


comments powered by Disqus