શ્રીદેવીની પુત્રી અને ‘ધડક’ની હિરોઈન જાહ્નવી કપૂર હજી સુધી તેનાં મોંઘાદાટ બૂટ માટે ટ્રોલ થઈ રહી છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તે ઇટલીથી મુંબઇ પરત ફરી હતી ત્યારે એરપોર્ટ પર તેના બૂટની ઘણી ચર્ચા થઇ. સોશિયલ મીડિયા પર જ્યારે ખબર પડી કે જાહ્નવી કપૂરના બૂટ રૂ. સવા લાખના છે તો સોશિયલ મીડિયા પર લોકો તેને મનફાવે તેવા ટોણા મારવા માંડ્યા હતા. તાજેતરમાં પણ સોશિયલ મીડિયાના ટ્રોલર્સે જાહ્નવીના ફેશન સેન્સની મજાક ઉડાવી છે. લોકોનું કહેવું છે કે તેમની પસંદ ખૂબ જ ખરાબ છે.

