દેખાવમાં કાંટાવાળું છતાં આકર્ષક, સ્વાદમાં સ્વાદિષ્ટ ફળ એટલે પાઇનેપલ. આ ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને પ્રોટીન રહેલા છે.
• પાઇનેપલમાં એક કુદરતી મીઠાશ રહેલી છે, પણ તેમાં શુગરની માત્રા હોતી નથી. આથી ડાયાબિટીસ પેશન્ટ પણ આ ફળ ખાઈ શકે છે. • શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનક્રિયાનું વ્યવસ્થિત રહેવું ખૂબ જ જરૂરી છે. પાઇનેપલમાં ભરપૂર પ્રમાણમાં ફાયબરની રહેલું છે, જે પાચનક્રિયામાં મદદ કરે છે. • પાઇનેપલમાં બીટા-કેરોટીન નામના તત્ત્વો રહેલા છે, જે અસ્થમાના રોગમાં રાહત આપે છે. • હાડકાં માટે પાઇનેપલનો રસ ખૂબ જ સારો માનવામાં આવે છે, કારણ કે પાઇનેપલમાં દરેક પ્રકારના મિનરલ્સ અને વિટામિનની માત્રા હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.
• પાઇનેપલના સેવનથી સામાન્ય રોગોમાં પણ ઘણી રાહત મળે છે. આથી ખાંસી, શરદી, તાવ વગેરે જેવી બીમારીમાં પાઇનેપલનું સેવન કરવું જોઈએ. • પાઇનેપલ ઇમ્યુનિટી પાવર વધારવામાં સહાય કરે છે તથા શરીરમાંથી અશક્તિ દૂર કરીને શક્તિનો સંચાર કરે છે. • પાઇનેપલના રોજિંદા સેવનથી શરીરમાં નબળાઈ નહીં આવે, અને ડાયેટમાં સામેલ કરવાથી તે વજનમાં ઘટાડો કરે છે. વજન ઘટાડવા માટે પાઇનેપલનું નિયમિત સેવન કરો.
• પાઇનેપલ સવારે નાસ્તામાં ખાવાથી ત્વચા પર નિખાર આવે છે, તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે. તેના કારણે ચહેરા પર પિંમ્પલ અને ત્વચા સંબંધી સમસ્યા હશે તો દૂર થશે.

