અમદાવાદમાં એએમએ ફિલ્મ પ્રોડકશન મેનેજમેન્ટ દ્વારા યોજાયેલા ફેસ ટુ ફેસ વિથ સુપરસ્ટાર પ્રોગ્રામમાં સંજય દત્તે છઠ્ઠીએ કહ્યું કે, લાઈફમાં ડિપ્રેશન કે ટેન્શનનો સામનો કરો ત્યારે તમારા કામને મહત્ત્વ આપો, નહીં કે દારૂ કે ડ્રગ્સ લો. કામ અને ફેમિલી પર ફોકસ કરશો તો આ બધી બાબતોથી દૂર રહેશો. હું જેલમાં હતો ત્યારે ગાર્ડનિંગનું કામ કરતો. જેના મને બે રૂપિયા મળતા હતા. તેની ઇચ્છા વિશે તેણે કહ્યું કે, મારો દીકરો મોટો થઈને ફિલ્મોમાં એક્ટિંગ કરશે તો હું તેના પિતાનો રોલ કરવા માગું છું. હું મારા ફાધરની જેમ સતત કામ કરવા માગું છું. મારા પિતા મારા માટે હંમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. ગુજરાત સાથેના પોતાના સંબંધો કેવા છે તેના જવાબમાં સંજુએ કહ્યું હતું કે, ગુજરાતમાં મારી ગર્લફ્રેન્ડ વધારે હતી. તેમજ સંજુ ફિલ્મ વિશે તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે, શું આ મારી જિંદગી હતી. આ ટફ લાઈફ છે. તમે મારા સંજુ કેરેક્ટરથી ઇન્સ્પાયર ના થાઓ પરંતુ તેમાંથી શીખ મેળવો.

