રોકડાની હેરાફેરી કરતો ઈલ્ફર્ડવાસી ઝડપાયો

Wednesday 10th October 2018 08:11 EDT
 
 

લંડનઃ લગભગ ૧.૫ મિલિયન પાઉન્ડ રોકડ ભરેલી સુટકેસો સાથે દુબઈ જતી ફ્લાઈટમાં ચડવાનો પ્રયાસ કરતા ઈલ્ફર્ડના ૩૫ વર્ષીય મોહમ્મદ ઈમરાન ખાન સરથાર ખાનને ચેલ્મ્સફર્ડ ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
બોર્ડર ફોર્સના ઓફિસરોએ ૨૯ ઓગસ્ટે સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર ૧૦ અને ૨૦ પાઉન્ડની ચલણી નોટો ભરેલી બેગો સાથે ચેકઈન કર્યા પછી તેની ધરપકડ કરી હતી. આ દરેક બેગનું વજન ૨૦ કિલો હતું. તેણે મિત્રોને મળવા જતો હોવાનો દાવો કર્યો હતો અને બેગમાં નાણાં હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, બેગો ખોલતાં સ્ટાફને તેમાંથી ૧,૪૯૪,૯૨૦ પાઉન્ડ મળી આવ્યા હતા. તેના પર મની લોન્ડરિંગના બે આરોપ મૂકાયા હતા અને તે બન્ને કાઉન્ટ માટે દોષી ઠર્યો હતો. આ નાણાં ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ કાયદામાં જપ્ત કરી લેવાયા હતા.


comments powered by Disqus