ભારતીય ફિલ્મો ‘સંજુ’, ‘ન્યૂટન’ અને ‘ગલી ગુલૈયા’ ઓસ્ટ્રેલિયન એકેડમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન એવોર્ડસમાં બેસ્ટ એશિયન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ રેસમાં દ. કોરિયાની ‘૧૯૮૭ વ્હેન ધ ડે કમ્સ’, તાઇવાનની ‘ધ બોલ્ડ, ધ કરપ્ટ એન્ડ ધ બ્યુટીફુલ’, ચીનની ‘ડાઇંગ ટુ સર્વોઇવ’ અને ‘યુથ’ જાપાનની ‘શોપલિફ્ટર્સ’ અને મલેશિયાની ‘ટોમ્બિરુઓ’ પણ સામેલ છે. વિનરની પસંદગી હોલિવૂડ અભિનેતા રસેલ ક્રોવના અધ્યક્ષપદ હેઠળની જ્યુરી કરશે. અન્ય જ્યુરી મેમ્બર્સમાં અનુપમ ખેર, શબાના આઝમી તથા ઓસ્ટ્રેલિયન ફિલ્મ ક્રિટિક માર્ગારેટ મોમેરાન્ઝનો સમાવેશ થાય છે.

