પોતાને ફિલ્મ ક્રિટિક અને એક્ટર તરીકે ઓળખાવતા અને બિનજરૂરી વિવાદો સર્જવા માટે પંકાયેલા કમાલ ખાને તાજેતરમાં ટ્વિટર પર જણાવ્યું છે કે મને આંતરડાનું થર્ડ સ્ટેજનું કેન્સર છે અને હું દોઢ બે વર્ષથી વધુ જીવીશ નહીં.
આ સાથે કેઆરકેએ એવું પણ ટ્વિટ કર્યું હતું કે, મને કોઇની સહાનુભૂતિ કે દયાની જરૂર નથી. અગાઉ મને પ્રેમ કે નફરત કરનારા એ જ રીતે મને પ્રેમ કે નફરત કરે તો મને ગમશે. હું મારી રીતે મોજથી જીવ્યો છું અને તેના સમયે મૃત્યુ આવશે. કમાલ ખાન ભૂતકાળમાં વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’નો સ્પર્ધક રહ્યા હોવા સાથે થોડા થોડા સમયે વિવાદો સર્જવા માટે જાણીતો છે.

