લંડનઃ બ્લેક એન્ડ એથનીક માઈનોરિટી કોમ્યુનિટીઝને રજિસ્ટ્રેશન કરાવવા તેમજ ખૂબ ઝડપથી એટલે કે માત્ર પાંચ મિનિટમાં નોંધણી થઈ શકે છે તે સમજાવવા તેમને સમર્થન આપતી અન્ય સંસ્થાઓ સાથે હિંદુ કાઉન્સિલયુકેએ હાથ મિલાવ્યા છે. સ્થાનિક ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે ત્યારે ચેરિટી ‘હોપ નોટ હેટ’ દ્વારા પણ મંગળવારથી એક સપ્તાહના વોટર રજિસ્ટ્રેશન અભિયાનનો આરંભ થયો હતો.
આગામી ૩જી મે ના રોજ અડધા ઈંગ્લેન્ડમાં સ્થાનિક ચૂંટણી યોજાવાની છે ત્યારે ઈલેક્ટોરલ કમિશનના અંદાજ મુજબ અશ્વેત મતદારો પૈકી ૨૪ ટકાએ તેમની નોંધણી કરાવી નથી.
કમિશનનું નવું કેમ્પેન 'Got 5?' લોકોને તેમના વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી હોય તો ૧૭મી એપ્રિલ પહેલા gov.uk/register-to-voteપરઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા પ્રોક્સાહન પૂરું પાડે છે. કમિશનના અંદાજ મુજબ એશિયન મતદારો પૈકી ૨૦ ટકાએ નોંધણી કરાવી નથી, જ્યારે ૨૩ ટકા મિશ્ર વંશીય મતદારોએ હજુ સુધી નોંધણી કરાવી નથી.
ઈલેક્ટોરલ કમિશનના હેડ ઓફ કેમ્પેન એમા હાર્ટલીએ જણાવ્યું હતું કે નોંધણી કરાવાવની પ્રક્રિયા સરળ, ઝડપી અને ખરેખર મહત્ત્વની છે.
હિંદુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર સેક્રેટરી જનરલ સંજય જગતિયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી આપને માટે આપનો અવાજ ઉઠાવવાની તક પૂરી પાડે છે.
આપ ગયા જનરલ ઈલેક્શનમાં મતદાન કરવાને પાત્ર હતા અને આપની વિગતમાં કોઈ ફેરફાર ન હોય તો પણ આપે મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે કમિશનની વેબસાઈટ https://www.yourvotematters.co.uk/ જોવી.
ચેરિટી ‘હોપ નોટ હેટ’ દ્વારા જણાવાયું હતું કે વોટર રજિસ્ટ્રેશન માટે ૧૭મી એપ્રિલ છેલ્લી તારીખ છે ત્યારે #LDN18 TurnUp અભિયાનના ભાગરૂપે ‘ડેમોક્રસી વીક’ દરમિયાન જે કોમ્યુનિટી અને ઈયુ નાગરિકોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે તેમનો સંપર્ક કરીને તેમને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરાશે.
સંસ્થાના ડેમોક્રેટિક એન્ગેજમેન્ટ ઓફિસર એલિઝાબેથ પોપે જણાવ્યું હતું કે મતદાન નવી માઈગ્રન્ટ કોમ્યુનિટી તેમના ભવિષ્ય માટે આતુર હોય છે અને તેમના મતાધિકારથી અજાણ હોય છે. તેમનો અવાજ પણ સાંભળવામાં આવે તે ખૂબ જરૂરી છે.
