લંડનઃ કારની પાછલી સીટ પર નશાની હાલતમાં રહેલી મહિલા પેસેન્જર પર દુષ્કર્મ આચરવાના આરોપી ઉબેરના ૩૮ વર્ષીય ડ્રાઈવર મુહમ્મદ દુરાનીને સાઉથ વાર્ક ક્રાઉન કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો. તે સાઉથવેસ્ટ લંડનના ક્લેપહામમાં આવેલી લાઈવ મ્યુઝિક ક્લબમાંથી તેના ઘરે લઈ જતો હતો ત્યારે તેણે દુષ્કર્મ કર્યું હતું. દુરાની તેના ઘરના મુખ્ય દ્વાર સુધી તેની પાછળ ગયો હતો અને મહિલાને ઉંચકીને કારની પાછલી સીટ પર લઈ ગયો હતો. બીજા દિવસે તેની ધરપકડ બાદ તેણે પોલીસને જણાવ્યું હતું કે બન્ને સંમતિથી બધું થયું હતું.
અગાઉ, પોલીસ પૂછપરછમાં દુરાનીએ દાવો કર્યો હતો કે મહિલા કારમાં બેઠી ત્યારે તે નશામાં હોય તેવું લાગતું ન હતું અને તે વાતચીત પણ કરતી હતી. કોર્ટે તેને રિમાન્ડ પર મોકલી દીધો હતો. આગામી ૧૦મી મેએ તેને સજા સંભળાવવામાં આવશે.

