વિરાટ કોહલીને કાઉન્ટી ક્રિકેટમાં ન રમવા દોઃ બોબ વિલીસ

Thursday 12th April 2018 07:53 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બોબ વિલીસે આક્રમક કોમેન્ટ કરતાં કહ્યું છે કે, હું ઈચ્છું છું કે ઈંગ્લેન્ડની ભૂમિ પર ભારતીય કેપ્ટન કોહલીનો રન કરવા માટેનો સંઘર્ષ જારી રહેવો જોઈએ. મારા મતે તો કોહલીને કાઉન્ટી ક્રિકેટમાં રમવા જ ન દેવો જોઈએ. નોંધપાત્ર છે કે, કોહલીનો રેકોર્ડ ઈંગ્લેન્ડની ભૂમિ પર કંગાળ છે અને ભારત ચાલુ વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ કરશે તે પહેલા કોહલી સરે કાઉન્ટી તરફથી કાઉન્ટી ક્રિકેટ રમવાનો છે.
કોહલીના કાઉન્ટી ક્રિકેટ રમવાથી બોબ વિલીસ ખુશ નથી. તેમણે કહ્યું હતું કે, હું વર્ષોથી કાઉન્ટી ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓને સામેલ કરવાનો વિરોધી રહ્યો છું. ઈંગ્લેન્ડની ભૂમિ પર કોહલીની રન સરેરાશ ૩૦ની આસપાસની રહી છે અને આગામી સિરિઝમાં પણ તે તેટલી જ રહેવી જોઈએ. કાઉન્ટી ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓને સમાવવાના કારણે ઈંગ્લેન્ડ ઘરઆંગણે ટેસ્ટ મેચ હારવા માંડે તેમ ઈંગ્લેન્ડના ચાહકો ઈચ્છતા નથી.


comments powered by Disqus