લંડનઃ ગત ૨જી એપ્રિલે વોલ્થમસ્ટોમાં કિશોરો પર હુમલાની બે ઘટના બની હતી. લેયટનના૧૬ વર્ષીય અમાન શકૂર પર ગોળીબાર થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં ૧૫ વર્ષીય કિશોર પર છૂરાથી હુમલો થયો હતો. શકૂરની હત્યા ૨૦૧૮માં થયેલી ૪૮મી હત્યા છે.
શકૂર પર થયેલા ગોળીબાર વિશે ડિટેક્ટિવોએ સાક્ષી અથવા કોઈને માહિતી હોય તો તે પૂરી પાડવા અપીલ કરી હતી. મેટના હોમીસાઈડ એન્ડ મેજર ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર ગેરી હોમ્સના નેતૃત્વમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે શકૂરની હત્યા કરૂણ છે અને તેનાથી લંડનના સ્થાનિક સમુદાયમાં શોક વ્યાપી ગયો છે.
આ ઘટના વિશે કોઈને માહિતી હોય તો 020 8345 1570 પર સંપર્ક કરવા જણાવાયું હતું.

