શેખર સુમનનું ફેસબુક એકાઉન્ટ હેકઃ અભિનેતાએ ફરિયાદ કરી

Wednesday 11th April 2018 07:42 EDT
 
 

બોલિવૂડનાં સિનિયર કલાકાર શેખર સુમન ફેસબુક એકાઉન્ટ બંધ કરવાની તૈયારીમાં છે. તેમનું એકાઉન્ટ હેક થવાથી કલાકારે આ પગલું ભરવા સાથે કાયદાકીય ફરિયાદ પણ નોંધાવી છે. તાજેતરમાં જ શેખર સુમનનાં એકાઉન્ટ પરથી કેટલીક નગ્ન તસવીરો શેર થઈ હતી. આ વિશે શેખર સુમનને તેના મિત્રોએ જાણ કરતાં જ અભિનેતાએ  આ અંગે ફરિયાદ નોંધાવવા સાથે એવું પણ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી રહેતો. મારા એકાઉન્ટ પરથી અશ્લિલ તસવીરો શેર થયાનંુ અને મારું એકાઉન્ટ હેક થયાનું પણ મને દોસ્તોએ જ જણાવ્યું હતું. એકાઉન્ટ હેક થયા પછી હું નથી ઇચ્છતો કે સોશિયલ મીડિયાથી જોડાયેલો રહું. ફેસબુક એકાઉન્ટ હેક થવાથી પરેશાન છું. આ પછી હું સોશિયલ મીડિયા બંધ કરીશ કારણે કે આ મારી ઇજ્જતનો સવાલ છે. સેલિબ્રિટીઝ પર લોકો ભરોસો કરે છે. 


comments powered by Disqus