• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય હિરજીબાપાના સુપુત્ર અમુભાઈ ગોકાણીના ધર્મપત્ની પ્રવિણાબેન તરફથી શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૫-૦૪-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન ૨A, કિંગ્સ કોલેજ રોડ, રાઈસ્લિપ HA4 8BH ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૫-૪-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું સોમવાર તા.૨૩-૪-૧૮થી રવિવાર તા.૨૯-૪-૧૮ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન હિંદુ ટેમ્પલ, ૧૩૩ હાઈફિલ્ડ રોડ, નોર્ધમ્પ્ટન, વેલિંગબરો NN8 1PL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન દ્વારા ડાયાબિટીસ માર્ગદર્શન શિબિરનું બુધવાર તા.૧૮-૪-૧૮ બપોરે ૧૨થી ૩ દરમિયાન મિલન ગ્રૂપ વોલિંગ્ટન, મિલ્ટન રોડ, વોલિંગ્ટન, સરે SM6 9RP ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ ફ્રી - હળવા ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક.કાન્તીભાઈ ગણાત્રા 07974 640 350
• નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબીઈંગ દ્વારા ૧૭મા વાર્ષિક પ્રેસ્ટન હેલ્થ મેળાનું શનિવાર તા.૧૪-૪-૧૮ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન ફોસ્ટર બિલ્ડીંગ UCLAN, પ્રેસ્ટન PR1 2HE આયોજન કરાયું છે.
• કૌશિક પૂંજાણી દ્વારા બોલિવુડના સદાબહાર ગીતોના કાર્યક્રમ ‘આઓ ટ્વીસ્ટ કરે’નું શનિવાર તા.૧૪-૦૪-૧૮ સાંજે ૬ વાગે કેડોગન હોલ, ૫, સ્લોએન ટેરેસ, લંડન SW1X 9DQખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કૌશિક પૂંજાણી 07944 986 893
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
